ચોરી:અમરેલીમાં સોની વેપારીની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યું દંપત્તિ ગ્રાહક બનીને આવી 1.50 લાખનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયંુ

અમરેલીમા શાકમાર્કેટ નજીક આવેલ બાલમુકુંદ જવેલર્સ ધરાવતા નિતીનભાઇ હરીભાઇ રાજપરા નામના વેપારીએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગત તારીખ 1/6ના રોજ તેઓ દુકાને હતા ત્યારે સવારના અગિયારેક વાગ્યે એક અજાણ્યું દંપતિ ગ્રાહક બનીને તેની દુકાને આવ્યું હતુ.

આ દંપતિએ સોનાનો હાર ખરીદવો છે તેમ કહેતા વેપારીએ તેને અલગ અલગ ત્રણેક સોનાના હાર બતાવ્યા હતા. જો કે આ મહિલાએ વેપારીની નજર ચુકવી સોનાના હાર, બુટી સાથે બોકસની ચોરી કરી નાસી છુટયા હતા. બાદમા રાત્રીના સમયે હિસાબ કરતા હાર અને બુટીનુ બોકસ જોવા મળ્યું ન હતુ. જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી થયાની જાણ થઇ હતી. બનાવ અંગે પીએસઆઇ જે.એમ.દવે આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

બંનેએ પોતાનું મોં રૂમાલ અને ચુંદડીથી ઢાંક્યંુ હતું
વેપારીએ પોલીસને જણાવ્યું હતુ કે પુરૂષે ભુરા કલરનો ચેકસવાળો શર્ટ પહેર્યો હતો અને મો પર સફેદ રૂમાલ બાંધ્યો હતો. જયારે મહિલાએ મોરપીંછ કલરની સાડી પહેરી હતી અને મોઢા પર ચુંદડી બાંધેલી હતી.

અન્ય સમાચારો પણ છે...