ફરિયાદ:ગ્રામ પંચાયત કચેરીમાંથી કોમ્પ્યુટરની ચોરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાલુકાના હિંડોરણાનો બનાવ
  • તસ્કરો 22,800નો મુદ્દામાલ ઉઠાવી ગયા

રાજુલા તાલુકાના હિંડોરણામા ગ્રામ પંચાયત કચેરીમા તસ્કરો ત્રાકટયા હતા. તસ્કરો અહીથી કોમ્પ્યુટર, સીપીયુ, પ્રિન્ટર, પંખો મળી કુલ રૂપિયા 22800ના મુદામાલની ચોરી કરીને લઇ જતા આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ છે. વી.સી.ઓપરેટર ઝાલાભાઇ માણસુરભાઇ પટાટે રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે રાત્રીના સમયે તસ્કરો ગ્રામ પંચાયત કચેરીમા ત્રાકટયા હતા. તસ્કરોએ કચેરીનુ તાળુ તોડી અંદર પ્રવેશી કોમ્પ્યુટર, સીપીયુ, પ્રિન્ટર તેમજ પંખો વિગેરે મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીએસઆઇ જી.એમ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.