ઉઠાંતરી:અમરેલી નજીક કારમાંથી રાેકડ દાગીના ભરેલ પર્સની ચાેરી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાેઇ અજાણ્યાે શખ્સ 2.59 લાખનાે મુદ્દામાલ ઉઠાવી ગયાે

અમરેલી લાઠી બાયપાસ ચાેકડીથી નાના મુંજીયાસર સુધીમા કાેઇપણ સ્થળે કારમાથી અજાણ્યાે શખ્સ રાેકડ અને દાગીના ભરેલ પર્સ મળી કુલ 2.59 લાખનાે મુદામાલની ચાેરી કરી લઇ જતા અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

કારમાથી પર્સની ચાેરીની અા ઘટના અમરેલી લાઠી બાયપાસથી નાના મુંજીયાસર સુધીમા બની હતી. અમદાવાદમા વિમલપાર્ક ઇન્દ્રજીત સાેસાયટીની બાજુમા રહેતા ધર્મેશભાઇ મનસુખભાઇ ગાેંડલીયા (ઉ.વ.31) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમની ઇકાે કાર નંબર જીજે 01 કેઅેચ 0393મા તેઅાે તારીખ 9/11ના વહેલી સવારે સાડા છ વાગ્યે અમરેલી ગુરૂદત પેટ્રાેલપંપથી નાના મુંજીયાસર ગામ સુધીમા ડ્રાઇવર સીટની બાજુની સીટના પાછળના કવરમા રાખેલ પર્સની કાેઇ અજાણ્યાે શખ્સ ચાેરી કરીને લઇ ગયાે હતાે.

અા પર્સમા હવનમા પ્રસાદી તરીકે રાેકડ 51 હજાર, સાેનાની બે વીંટી, સાેનાની લક્કી, માેબાઇલ મળી કુલ રૂપિયા 2.59 લાખનાે મુદામાલ હતાે. પાેલીસે અજાણ્યા શખ્સ સામે ગુનાે નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ અેચ.ટી.જીંજાળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...