અમરેલી જિલ્લામાં સીમ ચોરીની ઘટના વધી પડી છે. ત્યારે અમરેલી તાલુકાના રાંઢીયાથી લુણીધાર તરફ જવાના રસ્તે આવેલ એક વાડીમાથી તસ્કરો 80 મણ લસણની ચોરી કરીને લઇ જતા આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરીની આ ઘટના અમરેલી તાલુકાના રાંઢીયાની સીમમા બની હતી. અહી રહેતા પોપટભાઇ વિરજીભાઇ ઉંધાડ (ઉ.વ.65) નામના વૃધ્ધ ખેડૂતે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમની વાડી રાંઢીયાથી લુણીધાર તરફ જવાના રસ્તે આવેલી છે. વાડીમા ઓસરીવાળુ મકાન બનાવાયુ છે. અને ઓસરીની ચારે બાજુ જાળી ફીટ કરાવેલી છે. ગત રાત્રીના તેમની વાડીમા તસ્કરો ત્રાકટયા હતા. તસ્કરો અહીથી 80 મણ લસણ કિમત રૂપિયા 40 હજારની ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે એએસઆઇ જે.કે.ડામોર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.