ઘરમા તસ્કરો ત્રાકટયા:ધારી તાલુકાના ખીચા ગામના રહેણાંકમાં 37 હજારની ચોરી, પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો રોકડ, ગેસ સિલીન્ડર, વોશીંગ મશીન, પાણીની મોટર વિગેરે મુદામાલ ઉઠાવી ગયા

ધારી તાલુકાના ખીચામા આવેલ એક રહેણાંકમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો અહીથી રોકડ, ગેસ સિલીન્ડર, વોશીંગ મશીન, પાણીની મોટર સહિત કુલ રૂપિયા 37 હજારનો મુદામાલ ઉઠાવી જતા આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. ચોરીની આ ઘટના ધારી તાલુકાના ખીચા ગામે બની હતી. અહી રહેતા હિમતભાઇ ઠાકરશીભાઇ વાગડીયા નામના વૃધ્ધે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘરમા તસ્કરો ત્રાકટયા હતા.

તસ્કરોએ ડેલાના નકુચાનો હુક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. રૂમની તિજોરીમા કપાસના વેચાણના રૂપિયા 10 હજાર રોકડા, બીજા રૂમમાથી પાણીની મોટર કિમત રૂપિયા 15 હજાર તેમજ ગેસ સિલીન્ડર અને વોશીંગ મશીન મળી કુલ રૂપિયા 37 હજારના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીઆઇ એલ.કે.જેઠવા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...