ધરપકડ:વાંશીયાળી ગામમાંથી સગીરાનંુ અપહરણ કરનાર યુવાન ઝડપાયો

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલાના યુવકની ફિફાદમાંથી ધરપકડ કરાઇ

સાવરકુંડલાનો એક યુવાન છએક માસ પહેલા વાંશીયાળી ગામની સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો. જેની આજે અમરેલી એલસીબીએ ફિફાદ ગામેથી ધરપકડ કરી હતી.સાવરકુંડલાના કેવડાપરામા રહેતા અક્ષય અશ્વિનભાઇ જાદવ (ઉ.વ.22) નામના યુવાન સામે છ મહિલાના પહેલા આ બારામા વંડા પોલીસ મથકમા ગુનો નોંધાયો હતો.

આ યુવાન મુળ સુરતના કાપોદ્રા વિસ્તારમા રહેતો હતો અને વાંશીયાળી ગામની 17 વર્ષની સગીરાને પ્રેમજાળમા ફસાવી લલચાવીને ભગાડી ગયો હતો જે અંગે સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવી હતી. હાલમા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ સામે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવાઇ છે. અક્ષય જાદવ ગઇકાલે સગીરા સાથે સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામે આવ્યો હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ, પીએસઆઇ વી.વી.ગોહિલ તથા તેની ટીમે યુવકની ધરપકડ કરી હતી અને વંડા પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...