લુંટ:યુવકને છરી બતાવી રોકડ અને એટીએમ કાર્ડ લૂંટી લીધા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરચાની ભુંકી છાંટી મારી નાખવાની ધમકી પણ આપી
  • સાવરકુંડલાના યુવકે શખ્સ સામે ફરિયાદ નોંધાવી

સાવરકુંડલામા રહેતાે અેક યુવક પાેતાનુ બાઇક લઇને જઇ રહ્યાે હતાે ત્યારે અહી જ રહેતા અેક શખ્સે તેને છરી બતાવી ખીસ્સામાથી રાેકડ અને અેટીઅેમ કાર્ડની લુંટ ચલાવી હતી. તેમજ મરચાની ભુકી છાંટી મારી નાખવાની ધમકી અાપતા અા બારામા તેની સામે સાવરકુંડલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહીના દેવળાગેઇટ વિસ્તારમા રહેતા યશભાઇ અજયભાઇ છાંટબાર (ઉ.વ.22) નામનાે યુવક પાેતાનુ માેટર સાયકલ લઇને પસાર થઇ રહ્યાે હતાે ત્યારે અાઝાદ ચાેકથી જુના બસ સ્ટેન્ડ જવાના રસ્તા વચ્ચે હસન ઉર્ફે બાઠીયાે યુનુસ કાઝી નામના શખ્સે તેને ઉભાે રાખ્યાે હતાે. અા શખ્સે ગાળાે અાપી છરી બતાવી ખીસ્સામા રાખેલ રાેકડ રૂપિયા 5200 તેમજ બેંકનુ અેટીઅેમ કાર્ડની લુંટ ચલાવી હતી.અા ઉપરાંત અા શખ્સે યુવક પર મરચાની ભુકી છાંટી જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે યુવકે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વધુ તપાસ પીઅેસઅાઇ બી.વી.પંડયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...