અકસ્માત:ધરાઇ દેવળીયા માર્ગ પર અજાણ્યા વાહન હડફેટે યુવકનું માેત થયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સવારે ચાલવા નીકળેલા યુવકનો અકસ્માત સર્જાયો

બાબરા તાલુકાના ધરાઇમા રહેતાે અેક યુવક સવારના છએક વાગ્યાના સુમારે ચાલવા માટે નીકળ્યાે હતાે ત્યારે દેવળીયા માર્ગ પર કાેઇ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઇજા પહાેંચતા તેમનુ માેત નિપજયું હતુ.વાહન હડફેટે યુવકના માેતની આ ઘટના ધરાઇ દેવળીયા માર્ગ પર બની હતી. અહી રહેતા ચંદુભાઇ બાબુભાઇ કાેલડીયા (ઉ.વ.45) નામનાે યુવાન ગઇકાલે સવારના છએક વાગ્યાના સુમારે ધરાઇ દેવળીયા માર્ગ પર ચાલવા નીકળ્યાે હતાે.

આ યુવાન મફતીયા પ્લાેટ પાસે પહાેંચતા અજાણ્યા વાહન ચાલકે તેને પાછળથી ઠાેકર મારી હડફેટે લઇ લીધાે હતેા. જેના કારણે તેમને ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત થયુ હતુ. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયાે હતાે. બનાવ અંગે ડાયાભાઇ મનજીભાઇ કાેલડીયાઅે અજાણ્યા વાહન ચાલક સામે બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...