તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આશ્રમ બહાર ગાળાે બાેલવાની ના પાડતા 4 શખ્સે યુવકને માર્યાે

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ખાંભા તાલુકાના જામકા ગામની ઘટના
 • છુટા પથ્થરના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી

ખાંભા તાલુકાના જામકામા અાવેલ અાશ્રમ બહાર ગાળાે બાેલવાની ના પાડતા ચાર શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ યુવકને મારમારી ધમકી અાપતા તેણે અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા મયુરદાસ ઉર્ફે મહેશદાસ હરિયાણી (ઉ.વ.29) નામના યુવકે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના ઘરે મહેમાન અાવ્યા હાેય અને જમીને બેઠા હતા ત્યારે રમેશ મંગાભાઇ બારૈયા નામનાે શખ્સ અાશ્રમ બહાર ગાળાે બાેલતાે હાેય ના પાડતા રમેશ તેમજ મંગાભાઇ અને તેની માતા અને બહેન ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડી અને છુટા પથ્થરના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી અાપી હતી.

​​​​​​​જયારે રમેશ મંગાભાઇ બારૈયાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ચારેક માસ પહેલા થયેલી બાેલાચાલીનુ મનદુખ રાખી મહેશદાસ મનુદાસ, સેજલબેન, કાલીદાસ, પીયુબેન વિગેરેઅે બાેલાચાલી કરી તલવાર બતાવી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો