તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:તાેરીમાં માલઢાેર ચરાવવા મુદ્દે યુવકને લાકડી ફટકારી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડીયા તાલુકાના તાેરી ગામે રહેતા વજુભાઇ વલ્લભભાઇ હીરપરા (ઉ.વ.50) નામના યુવકે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ વાડીએથી ઘરે જતા હતા તે વખતે વાડીના કેડે નળમા સામત રાણાભાઇ અને એક અજાણ્યાે શખ્સ માલઢાેર ચરાવતા હતા. તેને માલઢાેર ચરાવવાની ના પાડતા બંને શખ્સાે ઉશ્કેરાઇ ગયા હતા.આ શખ્સાેએ તેની સાથે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ સી.બી.ટીલાવત વધુ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...