તપાસ:વડિયાના તરઘરીની મહિલા સરપંચને યુવકે મારી નાખવાની ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે કરેલું દબાણ દુર કર્યાનું મનદુ: ખ રાખી બાેલાચાલી પણ કરી

વડીયા તાલુકાના તરઘરીમા અેક યુવકે મહિલા સરપંચના ઘરે ધસી જઇ મારી નાખવાની ધમકી અાપી હતી. અગાઉ સરપંચે ગામના પાદરમા અા યુવકે ગેરકાયદે દબાણ કર્યુ હાેય જે દુર કરતા મનદુખ રાખી તેણે બાેલાચાલી કરી હતી. અા બારામા તેણે યુવક સામે વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. મહિલા સરપંચને ધમકી અાપ્યાની અા ઘટના વડીયાના તરઘરીમા બની હતી.

સરપંચ રમાબેન ભુપતભાઇ હિરપરાઅે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેમના પતિ સાથે ઘરે હતા ત્યારે બપાેરના સાડા ત્રણેક વાગ્યે બાજુમા રહેતાે ભાવેશ ઉર્ફે લાલાે જગદીશભાઇ નિમાવત તેમના ઘરે ધસી અાવ્યાે હતાે. અા યુવકે ઉંચા અવાજે રાડાે નાખી કહેલ કે તમે મારી દુકાન સામે ડિમાેલેશન કરેલ છે તેમા મારા સિમેન્ટના પીઢીયા કયાં નાખેલ છે તેમ કહી બાેલાચાલી કરી હતી. બાદમા અા યુવકે તેને તથા તેના પતિને ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી.

ફરિયાદમા વધુમા જણાવાયુ હતુ કે ગામના પાદરમા ગ્રામ પંચાયતની સરકારી જમીનમા ગેરકાયદે દબાણ કરી દુકાન બનાવેલ હાેય તેની દુકાનનુ ડિમાેલેશન કરી દબાણ દુર કરાયુ હાેય અગાઉ અા શખ્સે સરપંચ વિરૂધ્ધ સાેશ્યલ મિડીયામા બિભત્સ કાેમેન્ટ પણ કરી હતી જેથી સરપંચે પાેલીસ ફરિયાદ નાેંધાવી હતી. જેનુ મનદુખ રાખી તેણે ધમકી અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ પી.ડી.કલસરીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...