તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલીના ચિતલ રાેડ પર આવેલા સરદાર સર્કલ પાસે રાેંગ સાઇડમા આવી એક બાેલેરાે ગાડી સરદારના બાવલા નીચે ઉભી રહી હતી. તેમાથી એક શખ્સે નીચે ઉતરી રિવાેલ્વરમાથી હવામા એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. આસપાસમા પસાર થતા લાેકાે આ દ્રશ્ય જાેઇ હેબતાઇ ગયા હતા. બાદમા આ ગાડી ચાલક બાબરા તરફ નાસી છુટયાે હતાે. ઘટના અંગે કાેઇ રીતે પાેલીસને જાણ થતા સીસીટીવીના આધારે આ ગાડી બાબરા તરફ ભાગી હાેવાનુ દેખાયુ હતુ. જેને પગલે નાકાબંધી કરવામા આવી હતી. બાબરા ચિતલ વચ્ચે બેરીકેટસ લગાવી બાેલેરાેને અટકાવાઇ હતી. પાેલીસની પ્રાથમિક તપાસમા આ શખ્સ રાજકાેટ જિલ્લાના સરધાર તાલુકાના ભંગડા ગામનાે રહેવાસી જયવીર બહાદુર વાળા (ઉ.વ.43) હાેવાનુ ખુલ્યુ હતુ. પાેલીસે તેની પાસેથી રૂપીયા 2.75 લાખની કિમતની એક શાેર્ટ રિવાેલ્વર, બે જીવતા કારતુસ તથા હવામા કરેલ ફાયરીંગનુ ખાલી કેચીસ તથા બાેલેરાે ગાડી નંબર જીજે 03 એલબી 4545 મળી કુલ રૂપિયા 7,75,140નાે મુદામાલ કબજે લીધાે હતાે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.