વેરાવળમાં રહેતા એક યુવકે ફોટામા એડીટીંગ કરી અમરેલીની સગીરાનુ નામ લખી સોશ્યલ મિડીયામા વાયરલ કરી તેમજ સગીરા તેની સાથે લગ્ન નહી કરે તો તેને તથા તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા આખરે સગીરાએ તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
અમરેલીમા ચક્કરગઢ રોડ પર રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વેરાવળમા રહેતા સતનામસિંગ મનુસિંગ જુણી નામના યુવકે તેના મોબાઇલમા ફોટામા એડીટીંગ કરી સગીરાના નામ સાથે વાયરલ કર્યુ હતુ. સગીરાના લગ્ન બીજે કયાંય ન થાય તે માટે બદનામ કરવાના ઇરાદે તેણે આ કૃત્ય કર્યુ હતુ.
આ ઉપરાંત સગીરા તેની સાથે લગ્ન નહી કરે તો તેને તથા તેના પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. મનુસિંગનો દીકરો ખોટુ કામ કરે છે તે જાણતા હોવા છતા તેની તરફેણ કરી સગીરાના પિતાને ફોન કરી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરડીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.