તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કુંવારી સગર્ભા બનતા યુવતીએ હાથની નસ કાપી આપઘાત કર્યો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજમાં શું માેઢું બતાવશે તેવી બીકથી ભર્યું પગલું

વડીયા તાલુકાના દેવળકી ગામની અેક યુવતી પ્રેમી સાથે સંબંધ બાદ સગર્ભા થતા પાેતાના હજુ લગ્ન થયા ન હાેય સમાજમા શું માેઢુ બતાવવુ તે બીકે બ્લેડ વડે હાથની નસાે કાપી નાખી અાપઘાત કરી લેતા ચકચાર મચી છે.

પ્રાપ્ત વિગત મુજબ, અહીની 21 વર્ષીય યુવતીઅે ગઇકાલે મધરાતે ત્રણ વાગ્યે પાેતાના ઘરે જાતે જ બ્લેડ વડે હાથની નસ કાપી નાખી અાપઘાત કરી લીધાે હતાે. લાેહી વહી જતા અા યુવતીનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ. યુવતીના પિતાઅે સ્થાનિક પાેલીસને અેવુ જણાવ્યું હતુ કે તેની પુત્રીના લગ્ન થયા ન હતા. અને કાેઇની સાથે પ્રેમસંબંધ હાેય શરીર સંબંધ બાંધતા સગર્ભા થઇ હતી. જેથી સમાજમા પાેતે શું માેઢુ બતાવશે તેવી બીક લાગતા તેણે જાતે જ અા પગલુ ભરી અાપઘાત કરી લીધાે હતાે. બનાવ અંગે વડીયાના પીઅેસઅાઇ અે.વી.સરવૈયા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...