તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગાળો બોલવાની ના પાડતા યુવકને કુહાડીના ઘા ઝીંક્યા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભા તાલુકાના ભાવરડી ગામની ઘટના
  • 2 શખ્સે ઉશ્કેરાઇ જઇ મારી નાખવાની ધમકી આપી

ખાંભા તાલુકાના ભાવરડી ગામે રહેતા એક યુવકે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા બે શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને કુહાડીનો ઘા મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવક પર કુહાડી વડે હુમલાની આ ઘટના ખાંભાના ભાવરડી ગામે બની હતી. અહી રહેતા ગોવિંદભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.45) નામના યુવકે ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘર પાસે નાગજીભાઇ ખેતાભાઇ રાઠોડ અને સોનાબેન ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડતા બંને ઉશ્કેરાઇ ગયા હતા. નાગજીભાઇએ કુહાડીનો એક ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆઇ ટાંક આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...