મારમારી:પુત્રને ગાળો આપવા મુદ્દે ઠપકો આપતા યુવકને માર માર્યો

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમુહ લગ્નની કંકોત્રીની વહેચણી કરતા હતા ત્યારે બોલાચાલી કરી

બગસરામા હુડકાેપરામા રહેતા અેક યુવક સમુહ લગ્નની કંકાેત્રી વહેચતાે હતાે તે દરમિયાન અહી રહેતા અેક શખ્સે તેના પુત્ર સાથે બાેલાચાલી કરતાે હાેય જેથી ઠપકાે અાપતા અા શખ્સે તેને ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકને મારમાર્યાની અા ઘટના બગસરામા બની હતી.

અહી રહેતા ભુપતભાઇ છગનભાઇ ઉનાવા (ઉ.વ.48)નામના યુવાને બગસરા પેાલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે સમુહ લગ્નની કંકાેત્રીની વહેચણી કરી રહ્યાં હતા ત્યારે તેના પુત્ર હિરેનને અકિલ નજીર ગાેંડલીયા નામના શખ્સે નશાે કરેલી હાલતમા ગાળાે અાપતાે હતાે. અા શખ્સને ગાળાે અાપવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયાે હતાે અને ધક્કાે મારી પછાડી દઇ ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે અકિલભાઇ નજીરભાઇ ગાેંડલીયાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે વેલનાથ મંદીર પાસે બેઠા હતા ત્યારે તુ અહીથી જતાે રહે અાવતાે નહી તેમ કહી ભુપત છગન ઉનાવાઅે ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ કે.પી.સાેસા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...