તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બાઇક પથ્થરના ખાંભા સાથે અથડાતા યુવકનું મોત થયું

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલીના ચિતલ નજીકનો બનાવ, બાઇક પરનાે કાબુ ગુમાવતા અકસ્માત

અમરેલી તાલુકાના ચિતલ રાંઢીયા માર્ગ પર બાઇક લઇને પસાર થતા માેટી કુંકાવાવના યુવકે બાઇક પરનાે કાબુ ગુમાવતા બાઇક પથ્થરના ખાંભા સાથે અથડાતા તેમને ગંભીર ઇજા પહાેંચતા માેત નિપજયું હતુ. કુંકાવાવમા રહેતા કાંતીભાઇ બચુભાઇ દાેમડીયા પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 05 ડીઇ 5795 લઇને ચિતલથી રાંઢીયા નજીક પહાેંચતા બાઇક પરનાે કાબુ ગુમાવ્યાે હતાે. જેને પગલે બાઇક પથ્થરના ખાંભા સાથે અથડાતા તેમને ગંભીર ઇજા પહાેંચતા તેમનુ માેત થયુ હતુ. બનાવ અંગે રતીલાલ બચુભાઇ દાેમડીયાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અે.અેમ.પાેપટાણી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...