વિવાદ:પ્લાેટની દિવાલની પાસે જ ડેલાે મૂકવાની ના પાડતાં યુવકને માર્યાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા તાલુકાના ગરણી ગામની ઘટના
  • 4 શખ્સે પાઇપ અને તલવાર વડે ઇજા પહાેંચાડી ધમકી આપી

બાબરા તાલુકાના ગરણીમા પ્લાેટની દિવાલ પાસે ડેલાે બનાવવાની ના પાડતા ચાર શખ્સાેઅે યુવક પર તલવાર અને પાઇપ જેવા હથિયારથી હુમલાે કરી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા વિજયભાઇ દલપતભાઇ સાેહલીયા (ઉ.વ.25) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘરની સામે અાવેલ પ્લાેટની ફરતે દિવાલ કરેલી હાેય અા દિવાલની બાજુમા હરજી અાલાભાઇ સાેહલીયા ડેલાે બનાવવા માટે કાેલમ ઉભા કરતા હાેય તેને ના પાડી હતી.

અા મુદે હરજી અાલાભાઇ, રવજી અાલાભાઇ, રમેશ હરજીભાઇ અને ભાવેશ હરજીભાઇ નામના શખ્સાેઅે બાેલાચાલી કરી હતી. અા શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ તલવાર અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અે.અેસ.કટારા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...