વિવાદ:પૈસા માંગવા મુદ્દે રિવોલ્વરનો હાથો યુવકને માથામાં માર્યો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉશ્કેરાઇ જઇ મારી નાખવાની ધમકી પણ અાપી

બાબરા તાલુકાના ખંભાળામા રહેતા અેક યુવકને અહી જ રહેતા અેક શખ્સે તુ કમલેશ પાસે પૈસા શું કામ માંગે છે કહી લાયસન્સવાળી રિવાેલ્વરનાે હાથાે માથામા મારી ધમકી અાપતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

ખંભાળામા રહેતા રઘુવીર જયલુભાઇ ખાચર (ઉ.વ.21) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 અેઅેન 8411 લઇને ઘરેથી વાડીઅે જતાે હતાે ત્યારે ગામના પુલ પાસે સામત ખાેડાભાઇ રાતડીયા નામનાે શખ્સ પાેતાનુ માેટર સાયકલ લઇને અાવ્યાે હતાે અને કહેવા લાગેલ કે તુ કમલેશ પાસે પૈસા શું કામ માંગે છે તેમ કહી બાેલાચાલી કરી હતી.

અા શખ્સે કાઠલાે પકડી ઝપાઝપી કરી તેની પાસે રહેલી લાયસન્સવાળી રિવાેલ્વરનાે હાથાે માથામા મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ વી.સી.બાેરીચા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...