તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખાંભાના બોરાળામાંથી તમંચા સાથે યુવાન ઝડપાયો

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ કારણ જાણવા તપાસ આદરી

ખાંભા તાલુકાના બોરાળા ગામના બસ સ્ટેશન પાસેથી એલસીબીએ દલડીના શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 2500નો તમંચો કબ્જે કરી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી.અમરેલી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.કે.કરમટા અને પીએસઆઈ પી.એન.મોરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ખાંભા પંથકમાં પેટ્રોલીંગમાં હતી.

બોરાળા ગામના બસ સ્ટેશન પાસેથી દલડીના સિકંદર મહમદભાઈ જાડેજાને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી રૂપિયા 2500નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અગાવ પણ સિકંદર જાડેજા સામે ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.બોરાળામાંથી ઝડપાયેલા શખ્સ સામે એલસીબીએ ક્યા કારણોસર તમંચો સાથે રાખ્યો ? શું કોઈ ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ ? તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. તમંચા સાથે પકડાયેલા સકંદર જાડેજાને ખાંભા પોલીસના હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...