ક્રાઇમ:જુનાસાવરની સીમમાં દેશી બંદૂક સાથે યુવાન ઝડપાયો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાના જુના સાવર ગામની સીમમાં બોરાળા તરફ જવાના રસ્તે દંગો નાખીને રહેતા શખ્સો પાસે ગેરકાયદે હથિયાર હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે પોલીસે અહીં દોડી જઇ વંથલીના દિલાવરનગરમાં રહેતા દાઉદ કાળુભાઈ મોરી નામના શખ્સની તલાશી લેતાં તેની પાસેથી ગેરકાયદે બનાવટની દેશી જામગરીવાળી બંદૂક મળી આવી હતી. પોલીસે આ શખ્સ પાસેથી બંદૂક કબજે લઇ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બંદૂક તે કોની પાસેથી લાવ્યો હતો તેની પુછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...