વિવાદ:પત્નીને મેસેજ કરવા મુદ્દે સમજાવવા જતા બે શખ્સોએ યુવકને મારમાર્યો

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધારીમાં યુવકને ધોકા વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી પણ આપી

ધારીમાં નવી વસાહતમા રહેતા એક યુવકના પત્નીના સોશ્યલ એકાઉન્ટમા મેસેજ કરવા મુદે સમજાવવા જતા બે શખ્સોએ બોલાચાલી કરી યુવક પર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.યુવક પર હુમલાની આ ઘટના ધારીમાં મહિલા કોલેજ સામે બની હતી. નવી વસાહતમા રહેતા આફ્રીદીભાઇ રફિકભાઇ બેલીમ (ઉ.વ.25) નામના યુવકે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પત્ની નમીરાબેન સાથે ઘરે હતા ત્યારે તેના મોબાઇલમા સોશ્યલ એકાઉન્ટમા દિલાવરભાઇ સરવૈયાએ મેસેજ કરેલ કે કાલ વાત ઝુ઼બેર પાર્ટ-2 આવશે.

જેથી તેના પત્નીએ મેસેજ બતાવ્યો હતો અને કહેલ કે તમારા અગાઉના પત્નીને ભગાડી જનાર ઝુબેરભાઇ આ દિલાવરભાઇને મેસેજ કરાવતા તો નથી ને.જો કે ગઇકાલે તેના ફોનમા ફોન આવ્યો હતો કે હું ઝુબેર બોલુ છુ અહી ધારી મહિલા કોલેજના ગ્રાઉન્ડમા તમે આવો. જેથી આફ્રીદીભાઇ ત્યાં ગયા હતા. અને ઝુબેરભાઇને મેસેજ બાબતે પુછયુ હતુ. જેને પગલે બંને શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...