સાવરકુંડલા તાલુકાના કરજાળામા રહેતા અેક યુવકને ખેતરમા રસ્તાે કાઢવા મુદે ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી પાઇપ અને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવક પર હુમલાની અા ઘટના સાવરકુંડલાના કરજાળાની સીમમા બની હતી.
અહી રહેતા ભરતભાઇ કડવાભાઇ કાથરાેટીયા (ઉ.વ.40) નામના યુવાને સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ખેતરમા ચાેમાસામા વરસાદનુ પાણી બહાર નીકળે તે માટે નીચાણવાળા રસ્તામા બાલુ જાદવભાઇ શેલાડીયાઅે ધુળ અાડી નાખી દીધી હાેય જે મુદે તેને ઠપકાે અાપતા તેણે લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી ગાળાે અાપી હતી.
અા ઉપરાંત ધીરૂ મનજીભાઇ શેલાડીયા અને વિનુ મનજીભાઇ નામના શખ્સાેઅે પણ બાેલાચાલી કરી લાેખંડના પાઇપ અને લાકડા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. ભરતભાઇને સારવાર માટે પ્રથમ સાવરકેુંડલા અને વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રીફર કરાયા હતા. બનાવ અંગે પીઅેસઅાઇ વી.અેમ.જાદવ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.