તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગેશ્રીનો બનાવ:ઘેરથી પૈસા ન આપતા યુવકે ઝેરી દવા પી લીધી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમા રહેતા અેક યુવકે ઘરેથી પૈસા માંગ્યા હતા. પરંતુ મજુરીકામ મળતુ ન હાેય ઘરમા પૈસા ન હાેય ના પાડતા અા યુવકે ઝેરી દવા પી અાપઘાત કરી લીધાે હતાે.

યુવકના અાપઘાતની અા ઘટના જાફરાબાદના નાગેશ્રીમા બની હતી. અહી રહેતા રામજીભાઇ મંગાભાઇ ડાેડીયા (ઉ.વ.28) નામના યુવકે પાેતાના ઘરે પૈસા માંગ્યા હતા. પરંતુ હાલ લાેકડાઉનના કારણે મજુરીકામ મળતુ ન હાેય જેથી ઘરમા પૈસા ન હાેય અાપવાની ના પાડતા અા યુવકે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયાે હતાે. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.

બનાવ અંગે યાેગેશભાઇ મંગાભાઇ ડાેડીયાઅે નાગેશ્રી પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અાર.અેન.વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...