તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે સગાઇ તોડાવી

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક લઇ પીછો કરી બિભત્સ ઇશારાઓ કર્યા

અમરેલીમા રૂપમ ટોકીઝ નજીક રહેતી એક યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે તેની સગાઇ તોડાવી નાખી હતી. તેમજ બાઇક લઇ પીછો કરી બિભત્સ ઇશારાઓ કરી સમાજમા ખોટી બદનામી થાય તેવી વાતો કરતા યુવતીએ તેની સામે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, યુવતીએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા હુસેન હાજીભાઇ બોળાતર નામના યુવકને તેણે લગ્ન કરવાની ના પાડી હતી. જેને પગલે તેણે સગાઇ તોડાવી નાખી હતી. આ ઉપરાંત અવારનવાર બાઇક લઇ પીછો કરી ખરાબ ઇશારાઓ કર્યા હતા. તેમજ સમાજમા ખોટી વાતો કરી ચરિત્ર હિનતાનુ આળ મુકી બદનામ કર્યા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.ડી.વાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો