તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ:વડિયામાં ચૂંટણી માટે વહિવટી તંત્રની કામગીરીનાે ધમધમાટ

વડીયા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સોશ્યલ ડિસ્ટન્સ સાથે કર્મચારીઅાેને ચૂંટણીલક્ષી તાલીમ અપાઇ

સમગ્ર રાજયમા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો ઢોલ વાગી ચુક્યો છે. ત્યારે રાજકીય પક્ષ સાથે વહીવટી તંત્ર પણ ચૂંટણી પંચના આદેશ મુજબની કામગીરી કરવા અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે તનતોડ મહેનત કરતુ હોય છે. ત્યારે વડીયામા અાજરાેજ તાલુકા ચુંટણી અધિકારીની ઉપસ્થિતિમા કર્મચારીઅાેને તાલીમ અપાઇ હતી. તાલુકામા તાલુકા ચૂંટણી અધિકારી એમ.જી. પ્રજાપતિ અને મામલતદાર એમ.એલ.ડોડીયા દ્વારા ચૂંટણી માટે નિમણુંક કરેલા કર્મચારીઓને ચૂંટણી કામગીરી માટેની તાલીમ વડિયાના અ.હીં.કન્યા વિદ્યાલયના હોલમા કોવીડ ગાઇડલાઇનના પાલન સાથે આપવામાં આવી હતી.

આ તકે આરોગ્ય વિભાગના સ્ટાફ ને હાજર રાખી તમામ કર્મચારીઓને સૅનેટાઇઝર અને ટેમ્પરેચર માપી સાેશ્યલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવી હતી.અહી કોવીડ ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરી ચૂંટણી નજીક આવતા વહીવટી તંત્ર ચૂંટણીની તૈયારીમાં સક્રિય થતુ જોવા મળી રહ્યુ છે. ચૂંટણી તાલીમમાં ચૂંટણી અધિકારી પ્રજાપતિ મામલતદાર ડોડીયા, નાયબ મામલતદાર ભીંડી, પટોળીયા, રાજાઈ, ધંધુકિયા, સોલંકી, રાઠોડ સહીતના કર્મચારી ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થતા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો