કામગીરીનો પ્રારંભ:મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે લાઠીના આંબરડી ગામે તળાવ ઊંડું કરવાની કામગીરીનો પ્રારંભ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમા જળ સિંચનના હેતુથી કાર્યરત સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીના ભાગરુપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે મોડી રાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો શુભારંભ કર્યો હતો લોકભાગીદારીથી લાઠી તાલુકાના પીપળવા ગામથી આંબરડી ગામ સુધી સાતલી નદી પર આંબરડી ગામના દાતા જયસુખભાઈ અને વાગજીભાઈ તળાવિયાના સહકારથી 60:40ની યોજના હેઠળ આ કામ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધતા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુજલામ સુફલામ જળ સિંચન અભિયાનનો એક મહિના વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ વર્ષે આ અભિયાન હેઠળ 80:20 રેશિયો સુધી લોકભાગીદારી હેઠળ આ કામો કરવાની પરવાનગી આપી છે ત્યારે એન.જી.ઓ. અને સંસ્થાઓને આ કાર્યમાં જોડાવા માટે આગળ આવે તે આવશ્યક છે. હાલમાં સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ શક્ય હોય ત્યાં સુધી સતત પાણી આપવામાં આવી રહ્યું છે. પાણીની માંગ વધી છે ત્યારે લાઠી તાલુકામાં સૌની યોજનાનું પાણી કેવી રીતે મળી શકે તે ચકાસવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે, હવે ફક્ત 47 કિલોમીટરની પાઈપલાઈન બાકી છે જે વહેલી તકે પૂર્ણ થશે.

જળ સિંચન ઉપરાંત જળસંપત્તિના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રિપેરીંગ કામ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રીએ જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે લાઠી તાલુકામાં પણ જૂના ચેકડેમ તળાવના પાળા સહિતના રિપેરીંગના કામોની દરખાસ્ત મોકલવામાં આવે સમગ્ર રાજ્યમાં પાણી પુરવઠા વિભાગ મુખ્યમંત્રીની સૂચના અનુસાર આ કાર્ય સક્રિય રીતે ચાલી રહ્યું છે. કાર્યક્રમના પ્રારંભે લાઠી-બાબરા તાલુકાના ધારાસભ્ય જનક તળાવિયાએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતુ. તેમણે જળસંપત્તિના કાર્યો માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, પ્રાંત અધિકારી લાઠી,મામલતદાર લાઠીઆંબરડીના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...