તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રસ્ટનો પ્રયાસ:મહિલા સંસ્થાએ 100થી વધુ મહિલાઓને બનાવી આત્મનિર્ભર

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. અનેક મહિલાઓએ રોજગારી ગૂમાવી છે તો અનેક મહિલાઓએ સ્વજન ગૂમાવતા પરિવારના ગુજરાનની અણધારી જવાબદારી આવી પડી છે.

ત્યારે આવા કપરા સમયે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા જૂનાગઢની મહિલા સંસ્થા આગળ આવી છે. આ અંગે શ્રી ચામુંડા શક્તિ મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીના પ્રમુખ આરતીબેન જોષીએ જણાવ્યું હતું કે, કોરોનાએ અનેક પરિવારોની આર્થિક સ્થિતી દયનીય બનાવી દીધી છે. ત્યારે આવી મહિલાઓને પગભર કરવા માટે સંસ્થા દ્વારા પ્રયાસ કરાયો છે. આ સંસ્થા દ્વારા મહિલાઓને રૂની વાટો બનાવવાની ફ્રિમાં તાલીમ આપવામાં આવે છે. બાદમાં રૂ પણ ફ્રિમાં અપાય છે અને મંડળીની શરતોને આધિન વાટો બનાવવાનું મશીન પણ અપાય છે.

મહિલાઓ ઘરે બેસી રૂની વાટો બનાવી પરત કરે તેના પૈસા મળે છે. હાલ સર્વ જ્ઞાતિની મળીને કુલ 100થી વધુ મહિલાઓ આ રીતે રૂની વાટો બનાવી દર મહિને 5,000 થી 7,000 રૂપિયા કમાઇ શકે છે. અમુક બહેનોને નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર યોજનાનો લાભ અપાવી કો.કો. બેન્કના ડોલરભાઇ કોટેચા દ્વારા લોન પણ અપાવી દઇએ છીએ. જ્યારે જિલ્લામાં આવી મહિલાઓ માટે સાંઇપ્રકાશ ચેરીટેબલ ટ્રસ્ટ (સ્વ. પરેશભાઇ જોષી) દ્વારા આત્મનિર્ભર બનાવાઇ છે. આ કાર્યમાં હસુભાઇ જોષી, દક્ષાબેન જોષી વગેરેનો સહયોગ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...