વિવાદ:અગાઉ કરેલી પોલીસ ફરિયાદ મુદ્દે મહિલાને ધમકી અપાઇ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીલીયા તાલુકાનાં દાડમા ગામનો બનાવ
  • બનાવ અંગે લીલીયા પોલીસે તપાસ આદરી

લીલીયા તાલુકાના દાડમા ગામે રહેતા એક મહિલાએ અહી જ રહેતા એક શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હોય તેનુ મનદુખ રાખી આ શખ્સે ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા તેની સામે લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. મહિલાને ધમકી આપ્યાની આ ઘટના લીલીયાના દાડમા ગામે બની હતી.

અહી રહેતા દયાબેન હરિભાઇ લુવાર (ઉ.વ.44) નામના મહિલાએ લીલીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે અગાઉ કરેલી પોલીસ ફરિયાદનુ મનદુખ રાખી પ્રતાપ ઉર્ફે નિકો મુળજી સારીખડા નામના શખ્સે તેની સાથે બોલાચાલી કરી હતી. આ શખ્સે ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆઇ સી.બી.ટીલાવત આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...