ફરિયાદ:ખાંભાના ડેડાણમાં ઘરની ડેલી સામે ઉભા રહેવાની ના પાડતાં મહિલાને માર માર્યાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ અાપતા ફરિયાદ

ખાંભા તાલુકાના ડેડાણમા રહેતા પ્રભાબેન કનુભાઇ ચાૈહાણ (ઉ.વ.35) નામના મહિલાઅે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના જેઠનાે દીકરાે મહેશ તેના ઘરે અાવેલ હાેય અને ડેલી સામે ઉભાે હાેય તેને ઉભાે રહેવાની ના પાડી મધુ જીવાભાઇ બારૈયા, ભાેપા મધુભાઇ બારૈયા તેમજ નયન મધુભાઇ નામના શખ્સાેઅે બાેલાચાલી કરી હતી.

અા શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અેચ.ડી.પરમાર અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

રાજુલાના હિંડાેરણામાં યુવકને પાઇપ માર્યાે
રાજુલા તાલુકાના હિંડાેરણામા રહેતા શિવાભાઇ બાવભાઇ પટાટ (ઉ.વ.35)નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાનુ માેટર સાયકલ લઇને વાડીઅેથી ઘરે જતા હતા ત્યારે રસ્તામા બાઘા બીજલભાઇના ઘર પાસે પહાેંચતા ગભરૂભાઇ તેમજ બાઘાભાઇઅે માેટર સાયકલ ઉભુ રખાવ્યું હતુ.અહી પાતાભાઇ ઉનડભાઇ તેમજ જેઠુરભાઇ ઉનડભાઇ સહિત શખ્સાેઅે રસ્તા પર ચાલવાની ના પાડી બાેલાચાલી કરી હતી અને પાઇપ વડે મારમારી મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ અેમ.અેસ.ગાેહેલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...