વિવાદ:કેસ પાછો ખેંચી લેવાનું કહી મહિલાને મારમાર્યો

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અમરેલીમા કુંકાવાવ રોડ પર રહેતા એક મહિલાને કેસ પાછો ખેંચી લેવાનુ કહી ચાર શખ્સોએ બોલાચાલી કરી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગરમા બની હતી.

અહી રહેતા મુમતાજબેન યુનુસભાઇ કેરૂન (ઉ.વ.40) નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘર પાસે આવી જમીલાબેન ગફારભાઇ, ફરીદાબેન મજીદભાઇ, સમીર મજીદભાઇ અને શીફાબેને અમારી ઉપર કેસ શેું કામ કર્યો અને તમે કેસ પાછો ખેંચી લો તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત આ શખ્સોએ બોલાચાલી કરી વાળ પકડી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...