હુમલો:પુત્રની વહુ માવતરે હોવા મુદે બે શખ્સોએ મહિલાને મારમાર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી શહેરના સંધી સોસાયટીની ઘટના
  • બોલાચાલી કરી ગાળો આપી મહિલાના પુત્રને મારી નાખવાની ધમકી આપી

અમરેલીમા સંધી સોસાયટીમા રહેતા એક મહિલાની પૌત્રવધુ તેના માવતરે હોય બે શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી મારમારી તેના દીકરાને મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, મહિલાને મારમાર્યાની આ ઘટના અમરેલીમા બની હતી. અહીના સંધી સોસાયટીમા રહેતા ફરીદાબેન દિલાવરભાઇ લાલાણી (ઉ.વ.45) નામના મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્ર અનવરના લગ્ના ચાર માસ પહેલા સાવરકુંડલા ખાતે થયા હતા. તેની પત્ની રીજવાન એકાદ માસથી માવતરે છે.રાત્રીના સાડા અગિયારેક વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે તેનો દીકરો અનવર કેન્ટીનમા કામે ગયો હતો.

અનવરના સાળા અસરફ અને સાહિલ ઉર્ફે રાહુલ બંને બાઇક લઇને તેના ઘરે આવ્યા હતા અને બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ તેના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જગુભાઇ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...