ફરિયાદ:યુવકને ઘરની બહાર કાઢો કહી મહિલા પર પાઇપ વડે હુમલો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપી : પોલીસ ફરિયાદ

ખાંભા તાલુકાના જામકામા રહેતા એક મહિલાના ઘરે અહી જ રહેતા ચાર શખ્સો ધસી આવી યુવકને ઘરમાથી બહાર કાઢો કહી મહિલાને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.મહિલાને મારમાર્યાની આ ઘટના ખાંભાના જામકામા બની હતી. અહી રહેતા લાખુબેન મનાભાઇ મકવાણા (ઉ.વ.40) નામના મહિલાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ઘરે હતા ત્યારે ઘનશ્યામભાઇ દોડીને તેના ઘરે આવ્યા હતા. અને તેની પાછળ દાદુ ભાણાભાઇ મકવાણા, બાલુ દાદુભાઇ, હીમુબેન તેમજ હરેશભાઇ ત્યાં ધસી આવ્યા હતા.

આ શખ્સોએ ઘનશ્યામને ઘર બહાર કાઢો તેમ કહી લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. જયારે દાદુભાઇ ભાણાભાઇ મકવાણાએ વળતી નોંધાવલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ખેતરે મજુરી કરવા જતા હતા ત્યારે લાલજી કાળાભાઇ, ઘનશ્યામ, લાખુબેન અને બાઘીબેને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...