તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:લુવારા ગામની મહિલાને 8 ફેબ્રુઆરીએ જ મળી ચૂક્યા છે જામીન, જિલ્લા પોલીસ

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અફવા ફેલાવનારાઓ સામે સાવધ રહેવા લોકોને પોલીસ દ્વારા અપીલ કરાઇ

સાવરકુંડલાના લુવારામા ગુજસીટાેકના આરોપીની ધરપકડ વખતે પોલીસે આરોપીની બહેનની ધરપકડ કરી હાેય કરણી સેનાએ આ મુદે અમરેલી પોલીસ સામે માેરચાે માંડયો છે. ત્યારે આજે જિલ્લા પોલીસે જણાવ્યું હતુ કે ગત 8મી તારીખે જ આ મહિલાને જામીન મળી ગયા હતા. છતા કેટલાક લોકો હજુ પણ આ મહિલા જેલમા હાેવાની અફવા ફેલાવી રહ્યાં છે. જેની સામે લોકોએ અફવામા ન આવવુ.આજે સાવરકુંડલાના ડીવાયએસપી કે.જે.ચાૈધરીએ જણાવ્યું હતુ કે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના ગુજસીટાેકના આરોપી અશાેક બોરીચાની ગત 26મી જાન્યુઆરીએ તેમની ધરપકડ કરાઇ હતી.

જે ધરપકડ ટાળવા તેના બહેન હેમુબેને પોલીસની ફરજમા રૂકાવટ કરી હતી. જેના પગલે તેની સામે આઇપીસી કલમ 186 મુજબ ગુનો નોંધવામા આવ્યો હતાે. તા. 6 ફેબ્રુઆરીના રોજ તેમની સામે ચાર્જસીટ મુકાયુ હતુ અને તા. 8ફેબ્રુઆરીના રોજ હેમુબેન જામીન પર છુટી ગયા હતા. તેઓ 10 દિવસ પહેલા જામીન પર છુટી ગયા હાેવા છતા સમાજના કેટલાક લોકો તેઓ જેલમા હાેવાની અફવા ફેલાવી રહ્યાં છે. જેથી આવી અફવાઓથી કોઇએ દાેરવાવુ નહી. હાલમા સ્થાનિક સ્વરાજયની ચુંટણી ચાલી રહી હાેય સભા સરઘસબંધીનુ જાહેરનામુ પણ પ્રસિધ્ધ થયેલુ છે.

શહેરના તમામ રસ્તાના સીસીટીવીની ચકાસણી કરાઇ
આગામી 22મી તારીખે કરણી સેનાએ એસપી કચેરીના ઘેરાવની ચિમકી આપી છે. ત્યારે પોલીસે આજે શહેરના તમામ માર્ગાેના સીસીટીવીની ચકાસણી કરી હતી અને મરામતની કામગીરી હાથ ધરાઇ હતી. ઉપરાંત શહેરના ખાનગી અને અન્ય સંસ્થાઓના પણ સીસીટીવી કેમેરાની પણ જાણકારી મેળવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો