અમરેલી તાલુકાના મોટા માચિયાળા ગામની એક મહિલાને છેલ્લા આઠ દિવસથી મગજમાં ગરમી ચડી ગઈ હોય અને બક્વાસ ઉપડી ગયો હોય તેણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. 45 વર્ષીય મહિલાના આપઘાતની આ ઘટના ગઇકાલે બપોરે બે વાગ્યાના સુમારે અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામે બની હતી.
ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર દરમીયાન માત
અમરેલી તાલુકા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અહીંની કિરણબેન અરજણભાઈ ઈટોલિયા નામની મહિલાએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતાં તેને સારવાર માટે ગંભીર હાલતમાં દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અરજણભાઈ ધનજીભાઈ ઇટોલિયાએ જણાવ્યું કિરણબેનને છેલ્લા આઠ દિવસથી મગજમાં ગરમી ચડી ગઈ હતી. અને તેના કારણે અવાર-નવાર બક્વાસ પણ ઉપડી જતો હતો. એટલું જ નહી ગરમીના કારણે તેને માથાનો દુખાવો પણ રહેતો હતો. આખરે તેનાથી કંટાળી જાય તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો. અમરેલી તાલુકા પોલીસ મથકના એએસઆઇ કે. બી. ગઢવી બનાવ અંગે તપાસ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.