પત્નીને માર માર્યો:સાવરકુંડલામાં સાથે ન રહેવા મુદ્દે પત્નીએ પતિને માથામાં દસ્તો માર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિતીયાળામાં ઘર કામ મુદ્દે પતિએ પત્નીને માર માર્યો

સાવરકુંડલામા વજલપરા વિસ્તારમા રહેતી એક મહિલાને તેના પતિ સાથે રહેવુ ન હોય ડોકયુમેન્ટ માંગતા તેના પતિએ તેની ખબર ન હોય તેમ કહેતા તેણે માથામા દસ્તો મારી ઇજા પહોંચાડતા આ બારામા તેની સામે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.અહીના વજલપરામા રહેતા વિજયભાઇ અનંતરાય ભરાડ (ઉ.વ.37) નામના યુવાને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પત્ની માધુરીબેનને સાથે રહેવુ ન હોય જેથી તેણે ડોકયુમેન્ટ માંગ્યા હતા.

તેણે કહેલ કે તેની ખબર નથી જેથી માધુરીબેન ઉશ્કેરાઇ ગયા હતા.માધુરીબેને રસોડામા રહેલ દસ્તા વડે માથામા ઇજા પહોંચાડી હતી. તેમજ ગાળો આપી હતી. બીજી તરફ સાવરકુંડલા તાલુકાના મિતીયાળામા રહેતા સબનમબેન સબીરભાઇ પઠાણ (ઉ.વ.23) નામના મહિલાએ ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન સબીરભાઇ કાળુશા પઠાણ સાથે થયા હતા. લગ્નના થોડા સમય સારી રીતે રાખ્યા બાદમા ઘર કામ મુદે બોલાચાલી કરી હતી. પતિ સબીરભાઇ તેમજ સસરા કાળુશા અને સાસુ આબેદાબેને સબીરની ચડામણી કરતા તેણે મારકુટ કરી પ્લાસ્ટિકના પાઇપ વડે ઇજા પહોંચાડી હતી. તેમજ ઘરમાથી કાઢી મુકી હતી.

અન્ય સમાચારો પણ છે...