આત્મહત્યા:નવો મોબાઇલ લેવાનું કહેતા પતિ ખીજાતા પત્નીએ ઝેરી દવા પી લીધી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુળ મધ્યપ્રદેશના જોબટ અને હાલ મોણપુરની સીમમાં રહે છે

મુળ મધ્યપ્રદેશના જોબટમા રહેતા અને હાલ અમરેલીના મોણપુરની સીમમા રહી ખેતમજુરી કામ કરતા એક મહિલાએ તેના પતિને નવો મોબાઇલ લઇ આપવાનુ કહેતા પતિ ખીજાતા તેણે ઝેરી દવા પી લીધી હતી. જેને પગલે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી.અહી રહેતા કવિતાબેન પ્રકાશભાઇ બગેલ (ઉ.વ.23) નામના મહિલાએ તેના પતિ પ્રકાશભાઇને કહેલ કે તમે મને નવો મોબાઇલ લઇ આપવાનુ કહેતા હતા.

જેને પગલે પતિએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.જેના કારણે કવિતાબેને વાડીની ઓરડીમા દોડી જઇ પાકમા છાંટવાની ઝેરી દવાની બોટલમાથી બે ઘુંટડા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. બનાવ અંગે એએસઆઇ જે.આર.હેરમા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...