તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:વિધવા મહિલાના દોઢ વર્ષના બાળકનું પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરે મિલન કરાવ્યું

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિડાના સાસરીયાને સેન્ટરે બોલાવી કાયદાનું માર્ગદર્શન આપી સુલેહ પણ કરાવી

અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ સંચાલિત પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરે વિધવા મહિલાનું તેમના દોઢ વર્ષના બાળક સાથે મિલન કરાવ્યું હતું. અહીં પતિનું આકસ્મિક રીતે અવસાન થયા બાદ સાસરીયાએ મહિલા પાસેથી બાળકને લઈ લીધું હતું. પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરે સાસરીયાને કાયદાની સમજણ આપી એક માતાને તેમનો પુત્ર અપાવ્યો હતો.

અમરેલીના પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરમાં એક વિધવા મહિલાએ મદદની ગુહાર લગાવી હતી. વિધવા મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિનું દોઢ વર્ષ પૂર્વે આકસ્મિક રીતે અવસાન થયું છે. મારે એક દોઢ વર્ષનું બાળક છે. અમે બંને થોડો સમય સાસરીયા અને પિયરમાં રહું છું. પરંતુ સાસરીયાવાળાઓએ દોઢ વર્ષના બાળકને લઈ લીધો છે. જેના કારણે સેન્ટરનાં કાઉન્સેલર પારૂલબેન મહિડાએ સાસરીયાને સેન્ટર ખાતે બોલાવ્યા હતા.

અહીં તેમને યોગ્ય સમજણ આપી હતી. અને અંતે સાસરીયા વિધવા મહિલાને તેમનું દોઢ વર્ષનું બાળક પરત આપ્યું હતું. મહિલા અન્ય જિલ્લાની હોવાથી તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો