તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌની યોજના:વડિયાના સુરવો ડેમમાં નર્મદાનું પાણી છોડાતા વધામણાં કરાયા

વડીયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક ગામડામાં સિંચાઈ માટે ધરતીપુત્રોને ફાયદો થશે

વડીયાના સુરવો ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર પહોંચ્યા હતા. જેના ખેડૂતો અને આગેવાનોએ વધામણાં કર્યા હતા. ડેમમાં પાણી ભરવામાં આવતા આજુ બાજુના ગામડાઓમાં સિંચાઈ માટે ખેડૂતોને ફાયદો થશે. વડીયાના સુરવો ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી આપવા ખેડૂતોની માંગણી હતી.

પૂર્વ કેબિનેટમંત્રી બાવકુ ઉંધાડે રામપુરથી સૌની યોજનાના બે વાલ્વ ખુલ્લા મુકતા સુરવો ડેમમાં નર્મદાના પાણી પહોંચ્યા હતા. જેના કારણે આગામી દિવસોમાં નજીકના વિસ્તારમાં કુવા અને બોરમાં પાણીના સ્તર ઊંચા આવશે. અને ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે.

વડીયાના સુરવો ડેમમાં પહોંચેલા નર્મદાના નીરને જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઇ રાંક, તાલુકા પંચાયતના સદસ્ય તુષારભાઇ ગણાત્રા, વડીયાના ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા અને ઢુંઢીયાપીપળીયાના સરપંચ લાલભાઇએ શ્રીફળ તેમજ ફૂલ પધરાવી વધામણા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...