લોકોમાં રોષ:ધામેલમાં નાળાના પ્રશ્ને ગ્રામજનાે પરેશાન

દામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક રજુઆત છતા કોઇ કામગીરી કરાતી નથી. - Divya Bhaskar
અનેક રજુઆત છતા કોઇ કામગીરી કરાતી નથી.
  • ચાેમાસા દરમિયાન અવારનવાર વાહન વ્યવહાર ખાેરવાઇ છે, યોગ્ય કરવા માંગ

લાઠી તાલુકાના છેવાડાના ધામેલ ગામે પાછલા કેટલાક સમયથી લાેકાે નાળાના પ્રશ્ને અગવડતા વેઠવી રહ્યાં છે. અનેક વખત રજુઅાત છતા તંત્ર દ્વારા કાેઇ કામગીરી કરવામા નથી અાવતી જેના કારણે લાેકાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે.

અહીના ધામેલ ગામના પાદરમા જ નાળુ અાવેલુ છે. અહી ચાેમાસા દરમિયાન અવારનવાર વાહન વ્યવહાર ખાેરવાઇ જાય છે. કલાકાે સુધી વાહન ચાલકાેને ઉભા રહેવાની નાેબત અાવે છે. અહીથી ધામેલ, ભાલવાવ, ગારીયાધારના સુરનીવાસ, માંગુકા, અાણંદપર, પાંચ ટાેબરા, ગારીયાધાર, પરવડી, પાલિતાણા જવાનાે અા ટુંકા માર્ગમા થઇ શકાતુ નથી. જેના કારણે વાહન ચાલકાેને અગવડતા વેઠવી પડી રહી છે.

અગાઉ પણ અા પ્રશ્ને અનેક વખત રાજકીય અાગેવાનાે તેમજ તંત્રને રજુઅાત કરવામા અાવી હતી. જાે કે હજુ સુધી અા પ્રશ્નનાે કાેઇ ઉકેલ અાવ્યાે નથી. ચાેમાસા દરમિયાન તાે અવારનવાર નાળામા પાણી ભરાયેલા રહેતા હાેય કલાકાે સુધી વાહન વ્યવહાર ખાેરવાઇ જાય છે. જેના કારણે અાસપાસના ગામ લાેકાેને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે તાકિદે અા પ્રશ્નનાે ઉકેલ અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...