• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Tulsishyam Tirth Dham Temple In The Middle Of Gir Forest In The Famous Place Of Saurashtra Was Opened After 65 Days From Today.

દ્વાર ખૂલ્યાં:સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યામાં ગીરના જંગલ વચ્ચે આવેલું તુલસીશ્યામ તીર્થ ધામ મંદિર 65 દિવસ બાદ આજથી ખુલ્લું મૂકાયું

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યામાં ગીરના જંગલ વચ્ચે આવેલું તુલસીશ્યામ તીર્થ ધામ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે હવે ભક્તો દર્શનનો લાભ લઇ શકશે. કોરોના મહામારીના કારણે 65 દિવસ બાદ આજે મંદિર શરૂ થતાં હવે ભક્તો સવારે 07:30થી સાંજના 06:30 વાગ્યાં સુધી દર્શનનો લ્હાવો લઇ શકશે.

આજે તુલસીશ્યામના ટ્રસ્ટ દ્વારા મંદિરને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે યાત્રિકો બહારગામ દૂર દૂરથી દર્શન માટે આવ્યા હતા. ભક્તો દ્વારા પ્રથમ દિવસે જ માસ્ક તથા સેનેટાઈઝર અને સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતુ.

મંદિરમાં આજથી આરતી મહાઆરતી શરૂ થતા લોકોમાં ધાર્મિક મંદિરો પર ફરી આસ્થા વધશે. જ્યારે આરતી સમયે 50 જેટલા ભક્તોને જ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે. જ્યારે રાત્રી રોકાણ અને ભોજનાલય બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે ટ્રસ્ટી ડો.બી.બી.વરૂએ જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. આ સાથે તેમણે યાત્રિકોએ પણ સાથ સહકાર આપવા અપીલ કરી હતી તેમજ તોફાની વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે રીનોવેશનની કામગીરી પણ શરૂ હોવાથી શ્યામ સેવકો તેમજ યાત્રિકોએ ખાસ સહકાર આપવો તેવી ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવ્યું હતું. યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે તુલસીશ્યામ જગ્યાના મેનેજર અશોકભાઈ ગઢવી તથા વ્યવસ્થાપક રણજીતભાઈ વરૂ દ્વારા સતત વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...