વિવાદ:ટ્રક ચાલકને ટોલનાકાના 2 કર્મચારીઓએ માર માર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકનો ડિટેઇન ટાેલટેકસ થઇ ગયાે છે કહી ટ્રક રાેકાવી દીધાે

જાફરાબાદના નાગેશ્રી ટાેલનાકા આગળ અેક ટ્રક ચાલકને ટાેલનાકાના બે અજાણ્યા કર્મીઅે ટ્રકને અટકાવી ટ્રકનાે ડિટેઇન ટાેલટેકસ થઇ ગયાે છે કહી મારમારી ઇજા પહાેંચાડતા આ બારામા તેણે નાગેશ્રી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.ટ્રક ચાલકને મારમાર્યાની આ ઘટના જાફરાબાદના નાગેશ્રી નજીક બની હતી. અમરેલીના જેશીંગપરામા રહેતા જેઠુરભાઇ ઇજરેશીંગ પરમાર (ઉ.વ.31) પાેતાનાે ટ્રક લઇને જાફરાબાદ તરફ જતાે હતાે.

નાગેશ્રી ટાેલનાકા આગળ ટાેલનાકાના બે અજાણ્યા કર્મીઅાેઅે તેનાે ટ્રક અટકાવી કહ્યું હતુ કે ટ્રકનાે ડિટેઇન ટાેલટેકસ થયાે છે કહી બાેલાચાલી કરી હતી.જેથી ટ્રક ચાલકે જાફરાબાદ તરફ ટ્રક જવા દીધાે હતેા. જાે કે આ કર્મીઅાેઅે પાછળ આવી ટ્રક અટકાવી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે અેઅેસઆઇ વી.અેલ.રાઠાેડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...