હુમલો:ટ્રક 2 કલાક સુધી રાહ ન જોતાં ચાલકને લોખંડની ટોમી ફટકારી

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 પરપ્રાંતિય શખ્સે રસ્તામાં ટ્રક ઉભાે રખાવી બાેલાચાલી કરી

મુળ ઉતરપ્રદેશ અને હાલ રાજુલામા રહી ડ્રાઇવીંગનાે ધંધાે કરતાે અેક યુવક અમદાવાદથી ટ્રક લઇને કાેવાયા તરફ અાવી રહ્યાે હતાે ત્યારે દાતરડી નજીક અન્ય ટ્રક ચાલકે તેને રાેકી ટ્રક બે કલાક ખાેટી કરવાનુ કહી લાેખંડની ટાેમી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા ડુંગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકને મારમાર્યાની અા ઘટના રાજુલાના દાતરડી નજીક બની હતી. રાજુલામા રહી ડ્રાઇવીંગનાે ધંધાે કરતા સાદીકભાઇ અાશીકઅલી પઠાણ (ઉ.વ.45) નામના યુવકે ડુંગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે રાજુલામા સાગરભાઇ રામની ટ્રક ચલાવે છે.

તે અમદાવાદથી ટ્રક લઇને કાેવાયા તરફ અાવી રહ્યાે હતાે ત્યારે મહુવા બાયપાસ નજીક ચા પાણી પીવા ઉભાે રહ્યાે હતાે. બાદમા અહીથી ચાર કિમી દુર પહાેંચતા પાછળથી ટ્રક નંબર જીજે 08 અેયુ 2094ના ચાલક અશરફખાન નીજામખાને તેનાે ટ્રક ઉભાે રખાવી મારે અહી કામ છે તુ બે કલાક ખાેટી થા જેથી ના પાડી હતી. જાે કે ટ્રક લઇને રાજુલા તરફ પહાેંચતા ફરી અશરફખાને ટ્રકને અાેવરટેક કરી ઉભાે રખાવી તેમજ નિયાઝખાન બંનેઅે નીચે ઉતરી લાેખંડની ટાેમી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ ડી.બી.ડવ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...