તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થાેડા દિવસ પહેલા બગસરામા બે સ્થળેથી ટ્રેકટર ચાેરાયાની પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ હતી. જેને પગલે પાેલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે અેસઅાેજી પાેલીસે બાતમીના અાધારે બગસરા નજીકથી ત્રણ શંકાસ્પદ શખ્સાેને ઝડપી લઇ પુછપરછ કરતા અા શખ્સાે ટ્રેકટર ચાેરી કરતા હાેવાનુ ખુલ્યુ હતુ. જેને પગલે પાેલીસે ત્રણેયની ધરપકડ કરી તેમજ ત્રણ ટ્રેકટર મળી કુલ રૂપિયા 4.50 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. અેસઅાેજી પાેલીસે બાતમીના અાધારે બગસરાના જામકા જવાના રસ્તેથી અમરેલીના જેશીંગપરામા રહેતા અનીલ ઉર્ફે દુડી રામજી ગમારા, બગસરામા રહેતા મહેશ ઉર્ફે મ યલાે વિરજી રાઠાેડ અને વિજય જશા ગાેહિલ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા.
અા શખ્સાે ચાેરેલા ટ્રેકટર વેચવાની પેરવીમા હતા ત્યારે જ પાેલીસે ઝડપી પાડયા હતા.પાેલીસે અા ત્રણેય શખ્સાેની પુછપરછ કરતા અા શખ્સાે ટ્રેકટરની ચાેરી કરતા હાેવાનુ ખુલ્યુ હતુ. જેને પગલે પાેલીસે ત્રણેયની ધરપડક કરી હતી. અા ઉપરાંત પાેલીસે ત્રણ ટ્રેકટર મળી કુલ રૂપિયા 4.50 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ યુ.અેફ.રાઅાેલ ચલાવી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.