સમયમાં ફેરફાર:મહુવાથી સુરત અને બ્રાંદ્રાની ટ્રેન પાંચ મીનીટ વહેલી કરાઈ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર રેલવે મંડળે 6 ટ્રેનના સમયમાં ફેરફાર કર્યા

ભાવનગર રેલવે મંડળે 6 ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં મહુવાથી સુરત અને બ્રાંદ્રાની ટ્રેન 5મીનીટ વહેલી કરાઇ છે. જેને 1લી ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. રેલવેએ મુસાફરોને નવા ટાઈમ ટેબલ પ્રમાણે મુસાફરી કરવા માટે સૂચના આપી છે.

ભાવનગર રેલવે મંડળ તરફથી મહુવા- બ્રાન્દ્રા ટ્રેન મહુવાથી 19: 20ની જગ્યાએ 19: 15, મહુવા- સુરત ટ્રેન મહુવાથી 19: 35ની જગ્યાએ 19: 15, સોમનાથ – જબલપુર ટ્રેન સોમનાથ થી 9: 55ની જગ્યાએ 9: 50, ભાવનગર- ઉધમપુર ટ્રેન ભાવનગરથી 4:45ની જગ્યાએ 4 : 35, ભાવનગર – સુરેન્દ્રનગર ટ્રેન ભાવનરથી 5:00ની જગ્યાએ 4: 55, ભાવનગર – કૌચુવેલી ટ્રેન ભાવનગરથી 10: 05ની જગ્યાએ 10: 10 અને ભાવનગર – આસનમોલ ટ્રેન ભાવનગરથી 17 : 35ની જગ્યાએ 17:45ના સમયે ઉપડશે. મહુવાથી સુરત અને બાંદ્રા ટ્રેનને પાંચ મીનીટ વહેલી કરાઇ છે. તેમજ ભાવનગરથી કોચ્ચીવેલી અને આસનસોલની ટ્રેનને પાંચ મીનીટ મોડી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...