ઝડપાયો:ભેરાઇ નજીક બાઇકને ટક્કર મારી યુવકનું મોત નિપજાવનાર ટ્રેકટર ચાલક ઝડપાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત સપ્તાહે કુંભારિયાનો ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો

રાજુલા નજીક ફોરવે ચોકડી પર ગત સપ્તાહે દેવપરાના ભાઇ બહેન બાઇક લઇ જઇ રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જતા ભાઇનુ મોત થયુ હતુ. જયારે બહેનને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામા પોલીસે ટ્રેકટર ચાલકની ધરપકડ કરી છે.

દેવપરા ગામે રહેતા જીગરભાઇ પ્રવિણભાઇ બાંભણીયા પોતાનુ મોટર સાયકલ લઇ બહેન મમતાબેનને ફોરવે ચોકડી પર મુકવા જઇ રહ્યાં હતા ત્યારે તારીખ 9ના રોજ સવારે કોઇ અજાણ્યા વાહન ચાલકે સાકરીયા હનુમાન મંદિર પાસે તેના મોટર સાયકલને હડફેટે લીધુ હતુ. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો. જયારે અકસ્માતમા જીગરભાઇનુ મોત થયુ હતુ અને મમતાબેનને ગંભીર ઇજા પહોંચી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસે આ રસ્તાઓ પર પસાર થતા વાહનો પર સીસીટીવીના આધારે માહિતી મેળવી હતી. અને અકસ્માત સર્જનાર રાજુલાના કુંભારીયા વિસ્તારના હિમત સોમા મકવાણા (ઉ.વ.52) નામના શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ ટ્રેકટર લઇ ફોરવે તરફ જઇ રહ્યો હતો ત્યારે તેણે અકસ્માત સર્જયો હતો.

અન્ય સમાચારો પણ છે...