તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેમ ફરી ઓવરફલાે:અમરેલીના ઠેબી ડેમનાે એક દરવાજાે ખાેલાયાે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદથી ધાતરવડી-1,2 અને સુરજવડી ડેમ ફરી ઓવરફલાે

અમરેલી પંથકમા પડી રહેલા વરસાદને પગલે જળાશયાેમા નવા નીરની અાવક થઇ રહી છે. ગઇકાલે ઉપરવાસમા પડેલા ભારે વરસાદથી ઠેબી નદીમા નવુ પાણી અાવતા સવારે ડેમનાે અેક દરવાજાે ખાેલવાની તંત્રને ફરજ પડી હતી. ધાતરવડી-1,2 અને સુરજવડી ડેમ પણ ફરીવાર છલકાયા છે. પાછલા ચાેવીસ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે અનેક નદીઅાેમા ભારે પુર અાવ્યું હતુ. અમરેલી શહેર તથા ઉપરવાસના વિસ્તારમા ગઇરાત્રે દાેઢ ઇંચ વરસાદ થયાે હતાે.

જેને પગલે ઠેબી નદીમા નવા પાણીની અાવક થઇ હતી. સવારે ઠેબી ડેમનાે અેક દરવાજાે અડધાે ફુટ સુધી ખાેલી નાખવામા અાવ્યાે હતાે. બીજી તરફ સાવરકુંડલા રાજુલા ખાંભા પંથકમા પડેલા વરસાદને પગલે ધાતરવડી નદી પર બનેલા ધાતરવડી-1 અને 2 ડેમમા પણ પાણીની અાવક થતા બંને ડેમ ફરી અાેવરફલાે થયા છે. હાલમા ધાતરવડી-1 ડેમમાથી 90 કયુસેકસ અને ધાતરવડી-2 ડેમમાથી 85 કયુસેકસ પાણીની જાવક થઇ રહી છે. જયારે સુરજવડી ડેમ પણ છલાેછલ ભરેલાે હાેય નવા પાણીની અાવક થતા 60 કયુસેકસ પાણી અાેવરફલાે થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...