પ્લાસ્ટિકનો ઉપયોગ ટળાશે:તંત્રએ તૈયાર કર્યા ઇકો ફ્રેન્ડલી બુથ

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુથ પર વનસ્પતિના કુંડાનંુ સુશોભન : પ્લાસ્ટિકનો ઉપયોગ ટળાશે

અમરેલી જિલ્લાનુ ચુંટણી તંત્ર હવે મતદાનની પ્રક્રિયાની તૈયારીમા ગળાડૂબ છે. એક તરફ ઇવીએમને લગતી તમામ કામગીરી પુર્ણ કરવામા આવી રહી છે. તો બીજી તરફ બુથ પર જરૂરી સાધન સામગ્રીની ગોઠવણ થઇ રહી છે. બાબરામા તંત્ર દ્વારા ઇકો ફ્રેન્ડલી બુથની કામગીરી કરવામા આવી રહી છે.

તંત્ર દ્વારા કયાંક મહિલા કર્મચારીઓ સંચાલિત બુથ તૈયાર કરવામા આવી રહ્યું છે. તો કયાંક દિવ્યાંગ કર્મીઓ સંચાલિત બુથ તૈયાર થશે. ઇકો ફ્રેન્ડલી બુથ પણ તૈયાર કરવામા આવી રહ્યાં છે. લાઠી બાબરા સીટ પર આવા ઇકો ફ્રેન્ડલી બુથ પર આજે વનસ્પતિના કુંડા વિગેરેની કલાત્મક ગોઠવણ કરવામા આવી હતી. તંત્રના કર્મચારીઓ હાલમા આ પ્રકારની કામગીરીમા વ્યસ્ત છે.

બીજી તરફ ચુંટણીને એક સપ્તાહ જેટલો સમય બચ્યો છે તેવા સમયે પણ ચુંટણી તંત્ર વધુને વધુ લોકો મતદાનમા જોડાય તે માટે મતદાતા જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યું છે. દરમિયાન સ્થળાંતરીત મતદાતાઓ પણ પોતાના મતદાર યાદીવાળા બુથ પર મતદાન કરે તે માટે નોડલ અધિકારી દ્વારા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...