તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:જિલ્લાની 26 કોલેજમાં આજથી પ્રથમ વર્ષના છાત્રોનો અભ્યાસ શરૂ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્લાસમાં એક બેન્ચમાં માત્ર બે વિદ્યાર્થી બેસાડવામાં આવશે
  • હાલ માત્ર બીજા વર્ષના વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ

અમરેલી જિલ્લાની 26 જેટલી કોલેજમાં આવતીકાલથી પ્રથમ વર્ષનો અભ્યાસ ક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. અહીં અગાવ ત્રીજા વર્ષના છાત્રો માટે કેલેજમાં યુનિવર્સિટીએ અભ્યાસ શરૂ કરી દીધો છે. હાલ કોલેજમાં માત્ર બીજા વર્ષના વિદ્યાર્થીઓની કોલેજ બંધ છે. કોરોના મહામારીના કારણે છેલ્લા 11 માસથી કોલેજ બંધ હતી. જેના કારણે અમરેલી જિલ્લામાં 26 કોલેજમાં હાજરો છાત્રોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અમરેલી જિલ્લાની કોલેજમાં આજથી પહેલા વર્ષના છાત્રોને અભ્યાસ માટે બોલાવ્યા છે. તેમજ થોડા સમય પહેલા કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

જિલ્લાની કોલેજમાં હાલ માત્ર બીજા વર્ષના છાત્રો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આજથી કોલેજમાં પ્રથમ વર્ષના શિક્ષણ કાર્યને લઈને કોલેજો પણ સજ્જ બની છે. અહીં એક બેન્ચમાં માત્ર બે છાત્રોને બેસાડવામાં આવશે. તેવું કોલેજના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો