• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Steady Rise In The Number Of Corona Positive Cases In The District, With 23 New Cases Reported On Monday, Is A Concern In The Health Department

કોરોના:અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો, સોમવારે નવા 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી શહેરમાં સોથી વધુ 10 કેસ સામે આવ્યાં
  • શનિવારે 21, રવિવારે 16 બાદ સોમવારે નવા 23 કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં સોમવારે 23 કેસ નોંધાયા હતા. નવા કેસમાં અમરેલીમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે.

જિલ્લામાં સોમવારે નવા નોંધાયેલા કેસમાં અમરેલીમાં 10, બાબરા 1, બગસરા 2, ધારી 3, ખાભા 2, કુકાવાવ 2, લાઠી 1 તેમજ સાવરકુડલામાં 2 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં આજે 6938 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામા કોરોના અજગર ફુંફાડા મારી રહ્યો છે. અહી રોજબરોજ પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે 21 પોઝિટિવ કેસ તેમજ રવિવારે 16 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સોમવારે નવા 23 કેસ નોંધાયા હતા. ખાસ કરીને અમરેલી શહેરમાં કોરોનાના કેસમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...